National
-
પોરબંદર તા.૨૨, પોરબંદર કલેકટર કચેરીના સભાખંડમા કલકેટરશ્રી મુકેશ પંડયાના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફટી કાઉન્સીલની ત્રિમાસીક સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટરશ્રીએ અકસ્માત થવાના કારણો, ટ્રાફિક સમસ્યા, મહત્વનાં સ્થળોએ સ્પીડ બ્રેકર મુકવા, રિફલેટર મુકવા સહિતની સુચના સબંધિત અધિકારીઓને આપી હતી.
બેઠકમાં ઉપસ્થિત જિલ્લા પોલીસ વડા ર્ડો પાર્થરાજ સિંહ ગોહિલે અકસ્માત થવાના કારણો વિશે પ્રાથમિક માહિતી આપી હતી. તથા જિલ્લામાં અકસ્માત ઘટાડવા માટે પ્રિવેન્ટીવ એકશન લેવાશે તેમ જણાવ્યું હતું.
આ બેઠકમાં સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, નેશનલ, સ્ટેટ હાઇવેનાં અધિકારીશ્રીઓ, ચીફ ઓફીસર સહિતનાં અધિકારીઓ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
Reported By:Jasvant Bendkar