National
-
ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે જિલ્લામાંથી દારૂ જુગારની બધી નાબૂદ કરવા ઝુંબેશ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે આજરોજ એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર સુચનાથી એસ.ઓ.જી.ના હેડ કોન્સ. ટી. કે. સોલંકી તથા મહાવિરસિંહ ગોહિલ ને મળેલ સંયુક્ત બાતમી આધારે નારી ચોકડી પાસેથી ટ્રક નંબર GJ-4-W-6008 ના ડ્રાઇવર રણજીત સાગરભાઈ બાવળિયા ઉં.વ. ૨૬ રહે. કુંભારવાડા રામદેવનગર વાળા પાસેથી ઇંગ્લીશ દારૂના ચપટા નંગ ૨૦ તથા બિયર ટીન ૨ સાથે ઝડપી પાડી તેના વિરુધ્ધમાં પ્રોહી એકટ તળે કાર્યવાહી કરી ધરપકડ કરી તેના વિરુધ્ધ માં એસ.ઓ.જી. ના ટી.કે. સોલંકી એ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સપેકટર ડી. ડી. પરમાર સાહેબની સુચનાથી હેડ કોન્સ. ટી. કે. સોલંકી તથા મહાવીરસિંહ ગોહિલ તથા યોગીનભાઈ રવિશંકર ભાઈ જોડાયા હતા.
Reported By:Ashwin Solanki
