National
-
તાજેતરમાં ગૃહ વિભાગ, ગાંધીનગર ગુજરાત રાજય દ્રારા રાજયમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને ભાવનગર જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટરશ્રી ડી.ડી. પરમાર સાહેબની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના પોલીસ હેડકોન્સ. જે.બી.ગોહીલ તથા પોલીસ કોન્સ. રાજદીપસિંહ ગોહીલ ને મળેલ બાતમી આધારે બોરતળાવ પોલીસ સ્ટેશન પ્રોહી. ગુ.ર.નંબર ૧૬૩/૨૦૧૮ પ્રોહી. કલમ ૬૬(બી), ૬૫ એ,ઇ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી જનકસિંહ મહેન્દ્રસિંહ ગોહીલ ઉ.વ.૩૧ રહેવાસી માલવણ ગામ, તા.શિહોર જી.ભાવનગર વાળાને ચિત્રા, મસ્તરામ બાપાના મંદીર પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી. પરમાર સાહેબની સુચનાથી પોલીસ હેડકોન્સ. જયદેવસિંહ ગોહીલ તથા મહાવીરસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ. રાજદીપસિંહ ગોહીલ તથા વિશ્વજીતસિંહ ઝાલા તથા પ્રદીપસિંહ ગોહીલ તથા મહીપાલસિંહ ગોહીલ જોડાયા હતા.
Reported By:Ashwin Solanki
